Home> Business
Advertisement
Prev
Next

ITR Update: Taxable Income નહીં હોય તો પણ કપાશ ટેક્સ, જાણો કેવી રીતે મળશે રિફંડ?

મોટાભાગના લોકોની એ ફરિયાદ હોય છે કે તેમની સેલેરી ટેક્સેબલ નથી છતાં પણ તેમનું TDS કપાઈ ગયું. અથવા તો જેટલી સેલેરીથી તેનાથી વધારે TDS કપાયું. ત્યારે હવે તેને પાછું કેવી રીતે મેળવવું. તેની રીત ખુબ જ સરળ છે જે અમે તમને જણાવીશું.

ITR Update: Taxable Income નહીં હોય તો પણ કપાશ ટેક્સ, જાણો કેવી રીતે મળશે રિફંડ?

નવી દિલ્લીઃ મોટાભાગના લોકોની એ ફરિયાદ હોય છે કે તેમની સેલેરી ટેક્સેબલ નથી છતાં પણ તેમનું TDS કપાઈ ગયું. અથવા તો જેટલી સેલેરીથી તેનાથી વધારે TDS કપાયું. ત્યારે હવે તેને પાછું કેવી રીતે મેળવવું. તેની રીત ખુબ જ સરળ છે જે અમે તમને જણાવીશું. સરકારના દરેક નિયમો લોકોએ જાણવા જરૂરી છે. જેના કારણે તેઓ સરકારની નવી યોજનાઓનો લાભ લઈ શકે. સાથે જ નિયમોમાં થતા બદલાવ અને તેની વિષય વસ્તુ અંગે જાણકારી મેળવી શકે.

1. સેલેરી અને TDSનું મિસમેચ છે, તો કેવી રીતે મળશે TDS રિફંડઃ
જો તમારી કંપનીએ ટેક્સેબલ સેલેરીથી વધારે TDS કાપ્યું છે તો તમે TDS રિટર્ન ભરો. IT ડિપાર્ટમેન્ટ તમારી સેલેરી પર થનાર ટોટલ ટેક્સને કેલક્યૂલેટ કરશે. જો આ ટેક્સ તમારી કંપની તરફથી કાપવામાં આવ્યો હશે તો ટેક્સ ઓછો થઈ જશે અને બાકીની ટેક્સ રકમ તમને રિફંડ કરી દેવામાં આવશે. પણ જો કંપની તરફથી કાપવામાં આવેલી રકમ ઓછી છે અને ટેક્સેબલ વધારે છે તો IT ડિપાર્ટમેન્ટ તમને પૂરું TDS જમા કરાવવા કહેશે. યાદ રાખો કે, તમારે રિટર્ન અરજી કરતાં સમયે તમારી બેંકનું નામ અને IFSC કોડ જરૂર લખવાનો છે તો જ રિફંડ તમારા ખાતામાં જમા થશે. 

2. FD પર TDS કપાય તો કેવી રીતે મળવશો રિફંડઃ
જો તમારી સેલેરી ઈનકમ ટેક્સ લાયક નથી અથવા તો તમારી સેલેરી પર કોઈ ટેક્સ ન લાગે છતાં પણ તમારી બેંક તમારા ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ પર ટેક્સ કાપે છે તો તમને TDSની આ રકમ પણ પાછી મળી જશે.  તે માટે બે રીત છે.

1. IT રિટર્નમાં આ વાતનો ઉલ્લેખ કરો. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારી ટેક્સ રકમ મામલે ઓટોમેટિક કેલક્યૂલેટ કરશે. જો કોઈ ટેક્સ નથી થતો તો તમારા બેંક ખાતામાં આ રકમ પરત આવી જશે.

2. તમે ફોર્મ 15G ભરો અને તમારા બેંકમાં જમા કરી દો. તમારી બેંકને જણાવો કે મારી સેલેરી ટેક્સેબલ નથી. એટલા માટે TDS પરત આપો. 

3. સીનિયર સિટિઝન છે તો શું કરશો?:
સીનિયર સિટિઝનના ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ પર કોઈ ટેક્સ આપવાનો નથી હોતો. છતાં પણ તમારી ઉંમર 60 વર્ષની થઈ છે અને બેંક તમારું TDS ન કાપે તો ફોર્મ 15H ભરીને બેંકને આપી દો. એટલે એ વાત નક્કી થઈ જાય કે, આગળ બેંક તમારા એફડી પર વ્યાજ પર TDS નહીં કાપે.

4. TDS રિફંડનું સ્ટેટસ કેવી રીતે ચેક કરશો?:
TDS રિફંડ જલદી આવે તો તે માટે જરૂરી છે કે તમે તમારું ITR સમય પર ભરો. કેમ કે, જેટલું તમે રિટર્ન ભરશો એટલી જ રિફંડ પ્રક્રિયા જલદી શરૂ થશે. જો તમે TDS રિફંડનું સ્ટેટસ જોવા માગો છો તો તેના માટે તમારે... ઈ-ફાઈલિંગ પોર્ટ  https://www.incometax.gov.in/iec/foportal/ પર જવું પડશે અને લોગ ઈન કરવું પડશે. તે બાદ 'View e-Filed Returns/Forms' સેક્શનમાં જાવ. એસેસમેન્ટ ઈયરના હિસાબથી ITR ચેક કરો. જેમાં એક અલગથી પેજ ખુલશે જ્યાં રિફંડનું સ્ટેટસ દેખાશે. આ સિવાય CPC બેંગલુરુના ટોલ ફ્રી નંબર 1800-4250-0025 પર ફોન કરીને સ્ટેટસ જાણી શકો છો. 

5. કેટલા દિવસમાં મળશે TDS રિફંડઃ
જો તમે ITR સમય પર દાખલ કર્યું છે તો ત્રણથી છ મહિનામાં રિફંડ આવી જાય છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More